સાવરકુંડલાના જીકીયાળી ગામ પાસે ફોર વ્હીલ કારે ટક્કર મારતાં માતા-પુત્રી ઘાયલ થયાં હતાં. આ અંગે સાવરકુંડલામાં રહેતાં કંચનબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ. ૪૫)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા તેમનાં માતા જીકીયાળી ગામ પાસે પહોંચતાં જ એક ફોર વ્હીલ ચાલકે તેમને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કંચનબેનને માથાના ભાગે, જમણા પગના ગોઠણે તથા ખભાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે તેમનાં માતાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત સર્જીને કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. હાલ ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ધાંધલ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































