રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ. અને બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ માટે વેલકમ ડે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે કોલેજની શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ગીત-સંગીત, નાટક, રાસ-ગરબા, ભજન, લોકગીત અને વક્તવ્ય સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવક બહેનો તથા પ્રાધ્યાપકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.





































