દામનગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી જેટકો દ્વારા પસાર થતી ૨૨૦ કેવી વીજ લાઇનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાઇનના કારણે ખેતી પાક નુકશાન, જોખમો તેમજ પરિપત્રની વિસંગતતા અંગે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. દામનગર, ઠાંસા, ધામેલ, હજીરાધાર, નવાગામ, દહીથરા અને ધ્રુફણીયા સહિતના ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પાડરશિંગા મયુરભાઈ જાગાણી, હિંમતભાઈ મેરુલિયા, પ્રવિણભાઈ ઇસામલીયા, નારણભાઈ નારોલા, વલ્લભભાઈ ઇસામલિયા અને નાગજીભાઈ માણિયા સહિતના ખેડૂતોને વળતર અને હક્ક અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સરકાર અને જેટકો સામે આંદોલન કરવાની રણનીતિ માટે ગામડે ગામડે બેઠકો યોજાશે તેમ મયુર જાગાણીએ જણાવ્યું હતુ.