જાફરાબાદના મોટા ઉચાણીયા ગામે મકાનના બીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે મહેશભાઈ રતીલાલભાઈ રાજ્યગુરુ (ઉ.વ.૬૩)એ પોલીસને આપેલી માહિતી મુજબ, પિયુષભાઈ રમેશભાઈ રાજ્યગુરુ (ઉ.વ.૬૦) ગેલેરીમાંથી અકસ્માતે નીચે પડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રૌઢના અચાનક અવસાનથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

































