બાબરાના ખંભાળા ગામેથી એક સગીરાનું દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પિતાએ વાંકીયા ગામના સુભાષભાઈ વિઠ્ઠલભાઈ બેરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































