આયુષ્યમાન આરોગ્ય મંદિર-સરંભડા ખાતે વિઝન ફોર વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન અને આરોગ્ય મંદિરના સહયોગથી પર પ્રાંતિય વિસ્તારના મજુર વર્ગના સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓને પોષણ કીટનુ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં તાલુકા હેલ્થ ઓફીસર ડો.સતાણી, ડો.મિહિર મહેતા, ડો.કિરણબહેન શેલડીયાના માર્ગદર્શનમાં અને મોટાભાઈ સંવટ, મેનેજીગ ટ્રસ્ટી, ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ-અમરેલી અને રમેશભાઈ ચૌહાણ, વિઝન ફોર વાઈલ્ડ લાઈફના વિશેષ ઉપસ્થિતિમાં ૧૫ જેટલી બહેનોને એક માસ ચાલે તેટલી પોષણ કીટનુ વિતરણ કરવામાં આપ્યુ હતુ.આ પ્રસંગે મોટાભાઈ સંવટ અને રમેશભાઈ ચૌહાણ દ્વારા બહેનોને જંગલી પ્રાણીઓથી સાવધાન અને સલામત કેમ રહેવુ તેનુ માર્ગદર્શન આપ્યુ હતુ. આગામી ૬ માસ સુધી દર માસે પોષણ કીટ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવશે. કાર્યક્રમમાં સરપંચ ચંદ્રિકાબહેન વિનુભાઈ દુધાત, ઉપ સરપંચ મધુભાઈ હરખાણી, તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ કાછડીય સહિત બહેનો ઉપસ્થિત રહયા હતા.










































