ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્યિકયાનએ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાનની શરણાગતિ માટે અમેરિકાની માંગ માત્ર એક સ્વપ્ન છે. પેઝેÂશ્કયાને કહ્યું કે ઈરાને આ યુદ્ધ શરૂ કર્યું નથી; જેણે પણ તેને શરૂ કર્યું છે તે તેનો અંત લાવશે. ઈરાને તેના વિરોધીઓના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ લશ્કરી દબાણ દ્વારા તેને નબળો પાડવાનો હતો. આપણા પર ઘણી વખત હુમલા થયા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ, ઈરાન આજે એક મજબૂત રાષ્ટ્ર તરીકે મજબૂત રીતે ઉભું છે. આપણે ન તો નમશું કે ન તો કોઈથી ડરીશું.
પેઝેશ્યિકયાને ઈરાનના સરકારી ટીવી પર એક મુલાકાત દરમિયાન કહ્યું, “અમે યુદ્ધ શરૂ કર્યું ન હતું, અને યુદ્ધ પહેલાં, ઈરાની સરકાર વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે યુદ્ધ તરફ આગળ વધતી ગઈ. વિરોધીઓને આશા હતી કે લશ્કરી દબાણ અને દેશમાં બગડતી પરિસ્થિતિને કારણે ઈરાન વિખેરાઈ જશે, પરંતુ તેમનું સ્વપ્ન સાકાર થયું નહીં.” પેઝેશ્યિકયાને દાવો કર્યો હતો કે ઈરાન મજબૂત રીતે તેના માર્ગ પર આગળ વધશે અને પહેલા કરતાં વધુ મજબૂત બનશે.
પેઝેશ્યિકયાને કહ્યું કે હાલમાં ઈરાનના સુપ્રીમ લીડર, મોજતબા ખામેની સાથે વાટાઘાટો કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ ખામેનીની હાજરી ઈરાનની સૌથી મોટી તાકાત છે. પેઝેશ્યિકયાને દાવો કર્યો હતો કે તેમના વિરોધીઓએ ૪૮ કલાકમાં ઈરાન પર કબજા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમ કે તેઓએ સીરિયામાં કર્યો હતો, પરંતુ ઈરાને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી, અને વર્તમાન પરિસ્થિતિએ સાબિત કર્યું છે કે કોઈ પણ ઈરાનને આટલી સરળતાથી નબળું કે અસ્થિર કરી શકતું નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેની વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ઇઝરાયલે તેમના સ્વાસ્થ્ય અંગે વિવિધ ચિંતાઓ વ્યક્ત કરી છે, કારણ કે મોજતબા જાહેરમાં દેખાતા નથી. જા કે, ઈરાન આ માટે સુરક્ષા અને સ્વાસ્થ્ય કારણો ટાંકે છે.