જાફરાબાદના હેમાળ ગામે પરિણીતાના વાળ પકડી ઢસડીને કપડાં ફાડી નાખ્યા હતા, તેમજ તેના પતિને પણ આડેધડ માર માર્યો હતો. બનાવ અંગે ભારતીબેન પિયુષભાઈ જોગદીયા (ઉ.વ. ૩૦)એ પ્રવિણભાઈ નાનજીભાઈ જોગદીયા, હાર્દિકભાઈ પ્રવિણભાઈ જોગદીયા, સંજયભાઈ ઘુડાભાઈ જોગદીયા તથા જયદિપભાઈ પ્રવિણભાઈ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી હાર્દિકભાઈ જોગદીયા અને તેના ભાઈ ધર્મેશભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી ચારેય આરોપીઓ તેમના ઘર પાસે આવ્યા હતા. પ્રવિણભાઈ જોગદીયાએ લાકડી વડે તથા હાર્દિકભાઈ જોગદીયાએ પાઇપ વડે તેના પતિને આડેધડ માર માર્યો હતો. હાર્દિકભાઈ જોગદીયાએ તેના પતિના માથામાં પાઇપ મારી ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હતી. તે દરમિયાન તેઓ વચ્ચે પડતાં પ્રવિણભાઈ જોગદીયાએ મહિલાના વાળ પકડી ઓસરીમાં ઢસડી, કાંઠલો પકડીને કપડાં ફાડી નાખ્યા હતા. સંજયભાઈ તથા જયદિપભાઈએ મહિલા તેમજ તેના પતિને મૂંઢ માર માર્યો હતો.ચારેય આરોપીઓએ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેઓ તથા તેમના પતિ રાડોરાડ કરવા લાગતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. આર. ગળચર વધુ તપાસ ચલાવી રહ્યા છે.