સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મ્દ્ગજી એક્ટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ચોક્કસ બાતમીના આધારે બોટાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી (ઉં.વ. ૪૨) અમરેલી જિલ્લાનો લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગર અને હિસ્ટ્રીશીટર છે. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.









































