સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે યોજાયેલી સિપાઈ જમાતની જનરલ મીટિંગમાં ગ્રામ પંચાયતમાં ત્રણ ટર્મથી સેવા આપતા સીનીયર પત્રકાર દાદુભાઈ બેલીમની પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે સિપાઈ જમાતની જનરલ મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં આ વરણી થતાં સિપાઈ સમાજ ઉપરાંત અન્ય સમાજના અગ્રણીઓએ પણ દાદુભાઈ બેલીમને મુબારકબાદી પાઠવી હતી. તેઓ વિજપડી સુન્નિ મુસ્લિમ જમાતના ટ્રસ્ટી તરીકે પણ છેલ્લા ૨૫ વર્ષથી સતત પોતાની સેવાઓ આપી રહ્યા છે.





































