લાઠીના ટોડા ગામેથી તીનપત્તીનો જુગાર રમતાં ૫ ઈસમો ઝડપાયા હતા. વલ્લભભાઇ નરશીભાઇ ઝાપડીયા, જીતુભાઇ અનીલભાઇ ઝાપડીયા, હિતેશભાઇ અરવિંદભાઇ ઝાપડીયા, ધીરૂભાઇ જાદવભાઇ ઝાપડીયા તથા કિર્તીભાઇ કરમશીભાઇ વાવડીયા આ પાંચેય ઈસમો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાથી તીનપત્તી નામનો હાર-જીતનો જુગાર રમતા હતા. રેઇડ દરમિયાન તેઓ ગંજીપત્તાના પાના તથા રોકડા રૂ.૧૦,૧૨૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.