આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાન્ડર્ડ ક્લબના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં જ્ઞાનપિપાસા, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક ચિંતન વિકસે તે હેતુથી વિવિધ જ્ઞાનવર્ધક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સ્ટાન્ડર્ડ પ્રમોશન કોઓર્ડિનેટર અભિનવ સિંધ તથા મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યુ હતું. સ્પર્ધાઓનુ આયોજન કોમર્સ શિક્ષક દીપકભાઈ વીરડા દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય એમ. ડી. માલવિયાએ મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને જ્ઞાન, શિસ્ત અને મૂલ્યલક્ષી શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નવી વિચારસરણી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તાર્કિક વિચારશક્તિ આજના સમયમાં સફળતાનો આધાર છે. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન IEDSS શિક્ષક જતીનભાઈ ઉપાધ્યાયે કર્યું હતું. શિક્ષકો અને સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓની પ્રતિભાને નવી દિશા મળી હતી.