બુધવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ૧૮૭.૯૦ પોઈન્ટ (૦.૨૪ ટકા) ઘટીને ૭૭,૯૬૬.૩૫ પર બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩૫.૭૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૨૪,૪૩૫.૯૫ પર બંધ થયો. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રુપના શેર ૪ ટકા સુધી ઘટ્યા. ટાટા ગ્રુપના શેરમાં આ ઘટાડો ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના રાજીનામા બાદ થયો હતો.
શુક્રવારે, સેન્સેક્સની ૩૦ માંથી માત્ર ૮ કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થઈ, જ્યારે બાકીની ૨૧ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ, અને એક કંપની યથાવત બંધ થઈ. દરમિયાન, નિફ્ટીની ૫૦ માંથી ૧૭ કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થઈ, જ્યારે બાકીની ૩૦ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ, અને ત્રણ કંપનીઓ યથાવત બંધ થઈ.
સેન્સેક્સની કંપનીઓમાં, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, એસબીઆઇના શેર આજે સૌથી વધુ ૧.૩૧ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, ટાટા ગ્રુપની આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેર સૌથી વધુ ૩.૭૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના અન્ય શેરોમાં, ભારતી એરટેલ ૧.૧૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૬ ટકા, પાવર ગ્રીડ ૦.૫૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૪૫ ટકા,બીઇએલ ૦.૧૨ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૦૭ ટકા અને કોટક મહિન્દ્રા બેંક ૦.૦૪ ટકાના વધારા સાથે બંધ થયા. વધુમાં,એચડીએફસી બેંકના શેર યથાવત બંધ થયા.
બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૧.૬૭ ટકા, ટાટા સ્ટીલમાં ૧.૫૭ ટકા, એલ એન્ડ ટીમાં ૦.૧૯ ટકા, એટરનલમાં ૧.૧૮ ટકા, ઇન્ફોસિસમાં ૧.૦૩ ટકા, આઇટીસીમાં ૦.૯૭ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૦.૮૬ ટકા, ટ્રેન્ટમાં ૦.૮૬ ટકા, મારુતિ સુઝુકીમાં ૦.૭૧ ટકા, ટેક મહિન્દ્રામાં ૦.૬૧ ટકા, હિન્દુસ્તાન યુનિલિવરમાં ૦.૫૯ ટકા, ઈન્ડીગોમાં ૦.૩૮ ટકા, સન ફાર્મામાં ૦.૨૬ ટકા, એક્સિસ બેંકમાં ૦.૨૪ ટકા, એનટીપીસીમાં ૦.૨૧ ટકા, ટાઇટનમાં ૦.૧૮ ટકા, અદાણી પોર્ટ્સમાં ૦.૧૨ ટકા, એચસીએલ ટેકમાં ૦.૦૮ ટકા, બજાજ ફિનસર્વમાં ૦.૦૫ ટકા અને એશિયન પેઇન્ટ્સમાં ૦.૦૪ ટકાનો ઘટાડો થયો હતો.








































