મહારાષ્ટ્રના નાસિકમાં શનિવાર અને રવિવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શનિવારે રાત્રે ૧૦ વાગ્યે નાશિકમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સવારે ૫ઃ૩૩ વાગ્યે ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટÙ-ગુજરાત સરહદ નજીક હટગઢ પર્વતમાળા નજીક ભાણવડ વિસ્તારમાં જમીનથી ૫ કિલોમીટર નીચે ભૂકંપની પ્રવૃત્તિ નોંધાઈ હતી.નાસિક શહેર, સુરગણા, કાલવાન, દેવલા, ચાંદવાડ, પેઠ, ડિંડોરી અને નિફાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સુરગાના તાલુકાના ભાદર ગામ અને ડિંડોરી તાલુકાના નાનાશી ગામમાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડી હોવાની જાણ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્તારના બંધોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નુકસાન થયું નથી.જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે કહ્યું, “લોકોએ ગભરાવું જાઈએ નહીં. તેમણે કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જાઈએ. જાકે, દરેક વ્યક્તિએ સતર્ક રહેવું જાઈએ અને જરૂરી સલામતીનાં પગલાં લેવા જાઈએ.” જિલ્લામાં અગાઉ ૨૫ થી ૨૮ જુલાઈ અને ૬ ઓગસ્ટ દરમિયાન ભૂકંપના આંચકા નોંધાયા હતા.






































