રાજુલામાં આવેલ પીપાવાવ પોર્ટ નજીક પી એસ એલ હોલ્ડિંગ કંપની દ્વારા ખેડૂતોને સમાધાન માટેના ચેક આપવામા આવ્યા હતા. રામપરા નંબર ૨ ગામના ખેડૂતોએ જમીન બાબતે કંપની સામે મોટો આંદોલન કર્યો હતો. તે સમયે હિરાભાઇ સોલંકી અને સરપંચ સનાભાઇ વાઘ વચ્ચે પડીને કંપની સાથે વાત કરી સમાધાન કરાવી આપ્યુ હતુ. કંપનીએ પણ ખેડૂતોને સારુ વળતર આપવાનુ નક્કી કર્યુ હતુ અને થોડો સમય માંગ્યો હતો. આજે રામપરાના સરપંચ સનાભાઇ વાઘ અને અમરેલી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ ના હસ્તે ખેડુતોને ચેક વિતરણ કરીને વળતર ચુકવાયુ છે.આ સમાધાનથી ખેડૂતો ખુશ થયા છે અને લાંબા સમયથી ચાલતો આંદોલન સમેટાઇ ગયો છે.