લીલીયાના મુખ્ય વેપારધામ નાવલી બજારમાં ઉભરાતી ગટર અને બિસ્માર રસ્તાઓની ગંભીર સમસ્યાથી વેપારીઓ તથા સ્થાનિકો ભારે પરેશાન છે.આ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલીયા, નીતિનભાઈ ત્રિવેદી અને અન્ય કોંગ્રેસ આગેવાનોએ બજારની રૂબરૂ મુલાકાત લીધી હતી. રસ્તા પર ભરાયેલા ગંદા પાણી અને ઊંડા ખાડાઓને કારણેચોમાસામાં અસહ્ય દુર્ગંધ અને વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે.વેપારીઓની રજૂઆતો સાંભળ્યા બાદ જગદીશભાઈ દેથલીયાએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત
કરી હતી.જેથી અધિકારીઓએ તાત્કાલિક સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી.










































