અમરેલીના જસવંતગઢ ગામે વીજળીના પોલ પરથી રૂ. ૯૫ હજારની કિંમતના કંડક્ટર વાયરની ચોરી થઈ હતી. આ અંગે બાબરાના બળેલ પીપરીયા ગામના કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કોઈ અજાણ્યો ઈસમ તેમની કંપનીના પોલ પરથી આશરે ૪૫૦ મીટર કંડક્ટર વાયર ચોરીને લઈ ગયો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૯૫,૦૦૦ હતી.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.








































