માંજલપુર વિધાનસભા બેઠકનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની રસાકસી વચ્ચે રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર વિધાનસભા કોંગ્રેસની હાર કોંગ્રેસની હાર થતા સમર્થકે દાઢી મૂછ કઠાવી નાંખ્યા છે. સમર્થક મહેન્દ્રસિંહ રાઠોડે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે એવું પણ કહ્યુ કહ્યું હતું કે, જા કોંગ્રેસ હારશે તો દાઢી મૂછ મુંડાવી નાખીશ. જેથી પરિણામ આવ્યા બાદ આ સમર્થકે દાઢી મૂછ મૂંડાવીને એક ક્ષત્રિય તરીકે વચન પાડ્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મહેન્દ્રસિંહ રાઠોડે જાહેરમાં દાવો કર્યો હતો કે, માંજલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો જ વિજય થશે. તેમણે કહ્યું હતું કે જા કોંગ્રેસના ઉમેદવારને પરાજય મળશે તો તેઓ પોતાની દાઢી અને મૂંછ મૂંડાવી નાખશે. ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં તેમણે પોતાના શબ્દોનું પાલન કર્યું.
દાઢી-મૂંછ મૂંડાવ્યા બાદ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, “પ્રાણ જાય પણ વચન ન જાય.” તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજમાં વચનનું વિશેષ મહત્વ હોય છે અને દાઢી-મૂંછ ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. એક ક્ષત્રિય તરીકે આપેલું વચન નિભાવવું પોતાની ફરજ હોવાનું તેમણે જણાવ્યું.
મહેન્દ્રસિંહ રાઠોડે વધુમાં કહ્યું કે, તેમને કોંગ્રેસના ઉમેદવારની જીતનો સંપૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ મતદાન દરમિયાન ઘણા મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું, જેના કારણે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો. તેમ છતાં પરિણામ સ્વીકારી તેમણે ચૂંટણી પહેલાં કરેલી જાહેરાત પ્રમાણે દાઢી-મૂંછ મૂંડાવી પોતાનું વચન પૂરું કર્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.










































