રાજુલાના વડલી ગામથી લોઠપુર જવાનું કહીને નીકળેલી પરિણીતા બે પુત્રી સાથે ગુમ થઈ હતી. આ અંગે મહેશભાઇ માધાભાઇ ધાખડા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ પ્રભાબેન પ્રવીણભાઇ ખસીયા (ઉ.વ.૩૨) તેની બંને દીકરીને લઇ ઘરેથી લોઠપુર જવાનું કહી પોતે પોતાની રીતે બંને દીકરીઓ સાથે ક્યાક જતી રહી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ વી સમા વધુ તપાસ કરી રહ્યા છે.






































