ગીર પૂર્વ વનવિભાગ ધારીની જસાધાર રેન્જમા આજે વહેલી સવારે પેટ્રોલિંગમા ખિલાવડ ઇટવાયા રોડ પાસે એક નર સિંહ અને બે સિંહણ જોવા મળ્યા હતા. આ સિંહો રસ્તો ક્રોસ કરી રહ્યા હોવાથી વનવિભાગના સ્ટાફે તરત સાવચેતી રાખીને વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ કરી દીધો હતો. સિંહોને કાઈ પણ ખલેલ ન પહોંચે અને શાંતિથી રસ્તો પાર કરે તે માટે સારી વ્યવસ્થા કરી હતી. વનવિભાગની સતર્કતાથી ત્રણેય સિંહોએ સુરક્ષિત રસ્તો ક્રોસ કર્યો ત્યારબાદ વાહનવ્યવહાર ચાલુ થયો હતો. આ સમયે વનવિભાગે લોકોને અપીલ કરી કે વન્યપ્રાણી રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે વાહન ધીમુ રાખવુ અને હોર્ન વગાડવુ નહિ કે લાઈટ મારીને ફોટા પાડવા નહિ. પ્રાણીઓને સુરક્ષિત રસ્તો આપવાથી માનવ અને વન્યજીવ વચ્ચેનુ સંતુલન જળવાય છે.








































