લીલીયા મોટા ખાતે સુન્ની મુસ્લિમ જમાત અને સૈયદ સમાજ દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદર ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સતાર હમદાણી ઉર્ફે સતાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ, પૂર્વજો તેમજ મોહર્રમ અને તાજીયા અંગે અશોભનીય શબ્દપ્રયોગ કરવામાં આવતાં સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્‌યો છે. પોરબંદરના તાજુસરિયા હોલમાં યોજાયેલા પ્રોગ્રામનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરીને સૈયદ પરિવારની લાગણીઓ દુભાવવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે લીલીયા પીએસઆઈ વાય.એમ. જાડેજાને આવેદનપત્ર આપી સતાર મૌલાના સામે આઈ.ટી. એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.