ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, દિનેશભાઈ ભુવા સહિત બસ સ્ટેશન ચોકના વેપારીઓની હાજરીમાં
અમરેલીના બસ સ્ટેન્ડ ચોક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૌશિકભાઈ વેકરીયા, દિનેશભાઈ ભુવા તેમજ બસ સ્ટેન્ડ ચોકના વેપારીઓએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. ઉપસ્થિત સૌએ હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી. વૃક્ષો માત્ર પર્યાવરણનું જતન જ નથી કરતા પરંતુ પ્રદૂષણ ઘટાડવા અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા માટે પણ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. વેપારીઓએ પણ પોતાના વિસ્તારમાં નિયમિત રીતે વૃક્ષોની સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારી હતી. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાઈ હતી અને શહેરને હરિયાળું બનાવવા સૌએ સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.વેપારીઓએ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવાનો સંકલ્પ કર્યો