બગસરા તાલુકાના હાલરિયા ગામમાં મોડી રાત્રે શિકારની શોધમાં એક સિંહ ગામની શેરીમાં ઘૂસી આવ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે બનેલી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે પશુને સિંહ શિકાર માનતો હતો તે આખલો નીકળ્યો. આખલાએ ડરીને ભાગવાને બદલે સીધો સિંહ સામે દોડી જઈ પ્રતિકાર કર્યો હતો.આખલાના આક્રમક વલણથી સિંહ પાછળ હટ્યો હતો. આખલો સતત પાછળ પડતાં સિંહે શેરીમાંથી દોટ મૂકી ત્યાંથી ભાગી પોતાનો બચાવ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.






































