અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે ક્રિએટિવ યોગા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. નિઃશુલ્ક યોગા ક્લાસ સાથે જોડાયેલી ૧૦૦થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. વિશેષ અતિથિ તરીકે ખોડલધામ ટ્રસ્ટી જેનીબેન ઠુમ્મર, રમતગમત અધિકારી પૂનમબેન ફુમકીયા સહિતના હાજર રહ્યાં હતા.









































