લાઠી તાલુકાના કાંચરડી ગામમાં ગ્રામજનોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર બે ઊંચી પાણીની ટાંકીના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. બંને ટાંકીઓ માટે કુલ રૂ. ૫૬.૭૪ લાખની રકમ મંજૂર કરાઈ છે.ગામના પાદર વિસ્તારમાં ૧.૫૦ લાખ લિટર ક્ષમતાની ઊંચી પાણીની ટાંકી માટે રૂ. ૩૧.૪૨ લાખનો ખર્ચ મંજૂર થયો છે. જ્યારે સીદી હનુમાનજી મંદિર વિસ્તારમાં ૧ લાખ લિટર ક્ષમતાની ટાંકી માટે રૂ. ૨૫.૩૨ લાખની મંજૂરી આપવામાં આવી છે. બંને ટાંકીઓના નિર્માણ બાદ ગામમાં કુલ ૨.૫૦ લાખ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ થશે.કાંચરડી ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સતત રજૂઆતો અને પ્રયત્નો કર્યા હતા. લાઠી-બાબરા-દામનગર મતવિસ્તારમાં રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય સહિતના વિકાસકામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.







































