લીલીયા તાલુકાના મોટા કણકોટ ખાતે બસ સ્ટેન્ડ (બાદર)થી કપીલપરા-દાડમાં (પુતળીયા) તરફ જતા મુખ્ય રોડ પર જબરદસ્ત ભુવો પડી ગયો છે, જેના કારણે અંધારામાં કે દિવસ દરમિયાન કોઈ મોટી જાનહાની કે અકસ્માત થવાની ગંભીર સંભાવના ઊભી થઈ છે. આ રોડ પરથી રોજેરોજ નાના-મોટા વાહનો, એસ.ટી. બસોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. આ માર્ગ માલધારીઓ તથા સ્થાનિક ખેડૂતોને વાડીએ અને ખેતરોમાં જવા માટે જીવાદોરી સમાન છે. રોડ પર લાઈટોની કોઈ સુવિધા ન હોવાથી રાત્રિના સમયે અંધારપટ વચ્ચે અકસ્માતનો ભય વધુ રહે છે, જેથી આ ભુવાને તાત્કાલિક પૂરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.