અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજમાં કેન્દ્રીય બજેટ-૨૦૨૬ અંતર્ગત ચર્ચા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.જી.વી.વેલિયત દ્વારા મહેમાનોનું શાબ્દિક અને પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડા.એ.જે.ચન્દ્રવાડિયા તથા સરકારના પ્રતિનિધિ તરીકે સામાજિક અગ્રણી કેતનભાઈ ધોળકિયા (નીલકંઠ જવેલર્સ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તા તરીકે કે.કે.પારેખ કામર્સ કાલેજ-અમરેલીના અધ્યાપક ડા.એ.પી.ગોરવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બજેટનો અર્થ, મહત્વ, તે કોના દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે ? જેવા પ્રશ્નોની ચર્ચા કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ વર્ષ ૨૦૨૬ની બજેટની સરળ અને રસસભર ભાષામાં પી.પી.ટી. દ્વારા પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન ડા.એમ.જે. પટોળિયાએ કર્યું હતું અને આભારદર્શન ડા.વિલાસબેન સોરઠિયાએ કર્યું હતું.








































