શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી, બગસરા (ભેસાણ શાખા) સંબંધિત ચેક બાઉન્સ કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસમાં મુકેશ રામજી ઘાડીયાએ ૨ લાખ લોન લીધેલ હતી. જેના લોન પેટે ચડત રકમનાં ચૂકવણા માટે ચેક આપેલ હતા. આ અંગે ફરિયાદીને નોટીસ આપવા છતા પેમેન્ટ કરેલ ન હતુ અને આપેલ ચેક બાઉન્સ થતા કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠરાવી બે વર્ષની સજા તથા ચેકની બાકી રકમ પર ૯% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મંડળી તરફથી વકીલ પી.ડી. ધાંધલી અને વિશાલ જે. માળવિએ દલીલો રજૂ કરી હતી. કેસ મુજબ, મંડળી દ્વારા આપવામાં આવેલી લોનની રકમ માટે આપેલો ચેક બેંકમાં રજૂ કરતા પરત ફર્યો હતો. મંડળીના મંત્રી જયદીપ હિરપરાએ ભેસાણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે કોર્ટે ચુકાદો આપ્યો છે.









































