અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામે રહેતા એક પરિણીતા ઘરેથી દવાખાને જવાનું કહી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થતા પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના નાના આંકડીયા ગામે પીરની દરગાહ સામે રહેતા કૈલાસબેન નરેશભાઈ સરખેદી (ઉંમર વર્ષ ૩૫) ગત રોજ પોતાના ઘરેથી “હું દવાખાને જાઉં છું” તેમ કહીને નીકળ્યા હતા. લાંબો સમય વીતવા છતાં તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. સગા-સંબંધીઓ અને જાણીતા સ્થળોએ તપાસ કરવા છતાં કૈલાસબેનનો કોઈ પતો લાગ્યો ન હતો. પોલીસે મહિલાના ગુમ થયા અંગેની નોંધ કરી તેમના વર્ણન અને મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ તેજ કરી છે.