અમરેલી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જીલ્લામાં વિપક્ષોએ પણ કમળના વાવાઝોડા સામે પોતાની હાજરી પુરાવેલ છે. જીલ્લા પંચાયતની આપને ૨ અને કોંગ્રેસને ૧ સીટ તેમજ લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસ અને બગસરા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરીને ભાજપને ચેલેંજ કરી છે. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસે ૧૩ સીટ મેળવી કમબેક કરેલ છે. આમ આમ જીલ્લામાં લોકોએ ક્યાંક ક્યાંક વિપક્ષ પર વિશ્વાસ મુકેલ છે.








































