અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સૂર્યનારાયણ આકરા પાણીએ હોય તેમ ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે. તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રી સેલ્સિયસની ઉપર રહેતા લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ભારે ગરમીને કારણે લોકો બફારા અને ઉકળાટથી ભારે પરેશાન થયા હતા. પવનની ગતિ પણ ી ઓછી રહેતા ગરમીમાં કોઈ રાહત મળી ન હતી અને બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. સતત પડતી ગરમીને કારણે લોકોને જરૂરીયાત વગર બહાર નહી નિકળવા માટે આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.



































