ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતની ૩૪, તાલુકા પંતાયતની ૧૯૦, અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર નગરપાલિકાની ૧૮૪ બેઠકોની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. તાલુકા પંચાયતની ૧૯૦ પૈકી ૦૪, નગરપાલિકાની ૧૮૪ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થઈ હોવાથી બાકીની બેઠકોની મતગણતરી થઈ હતી.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી માટે ૧૧ કેન્દ્રો પર મતગણતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ૦૬ નગરપાલિકાની ચૂંટણી માટે ૦૬ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો મુજબ તાલુકા પંચાયતની ૧૯૦ પૈકી ૦૪, નગરપાલિકાની ૧૮૪ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થઈ હોવાથી બાકીની બેઠકોની મતગણતરી થઈ હતી.મતગણતરી પ્રક્રિયા સુચારું રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે કુલ ૧૦૧૪ મતગણતરી સ્ટાફ અને ૧,૧૪૦ પોલીસ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી હતી જેમણે ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સુચારૂ રીતે કરાવી હતી. સમગ્ર પ્રક્રિયાના અંતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.