ધોરાજી તાલુકાના ફરેણી ગામથી નાની પરબડી તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પણ આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. ધોરાજીથી ફરેણી સુધીનો રસ્તો બન્યો છે, પરંતુ આગળનો માર્ગ અધૂરો છોડી દેવાતા લોકોમાં રોષ છે. ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી સત્વરે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે.










































