સરકારી અને વાણિજ્ય કોલેજ લીલીયામાં કોલેજના મતદાર સાક્ષરતા ક્લબ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓમાં લોકશાહીના પાયા સમાન મતદાન વિશે
જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના કુશળ નેતૃત્વ અને ડો. મહેશ એસ. ગઢીયાના સંકલન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડો. ગઢીયાએ વિદ્યાર્થીઓને મતદાનની પ્રક્રિયા અંગે પાયાની માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ આચાર્યશ્રીએ મતદાનના ઐતિહાસિક મહત્વ અને તેને રાષ્ટ્રીય ફરજ તરીકે સ્વીકારવા અંગે
ઊંડાણપૂર્વકનું પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સબીર પરમાર, ડો. પ્રકાશ પરમાર, ડો. ભરત ખેની સહિતના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.










































