સરકારી પ્લોટની ફાળવણી અંગે સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી છે. મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો વધારો કરાયો છે. હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ એક હજાર રૂપિયાથી વધારી પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. ગામતળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાથી વધારી બે લાખ રૂપિયા કરવામાં આવી છે. નવો ઠરાવ અમલમાં આવતા ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને વધુ રાહત મળશે. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૭મી જુલાઈ ૨૦૨૬ના રોજ ઠરાવ બહાર પાડીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ ગ્રામ વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના અંગેના તા. ૦૧/૦૫/૨૦૧૭ના ઠરાવની જાગવાઈ નં. ૧૨માં સુધારો કરવા બાબતનો છે. અત્રે જણાવવાનું કે ગ્રામ વિસ્તારના ઘર વિહોણા કુંટુંબો પોતાનું ઘર બનાવી શકે તે માટે ૧૦૦ ચોરસવારના ઘરથાળના મફત પ્લોટ ફાળવવાની યોજના ૦૧/૦૫/૨૦૧૭ના ઠરાવથી અમલમાં છે. ત્યારબાદ સમયાંતરે તેમાં સુધારા કરાયા છે. હાલ વિકાસ કમિશનરની કચેરી દ્વારા આ યોજનાની જાગવાઈ નં ૧૨માં સુધારો કરવાની દરખાસ્ત હતી જે સરકારના વિચારણા હેઠળ હતી. જૂની જાગવાઈપ્લોટ દીઠ જમીન વિકાસ ખર્ચ ૧૦૦૦ રૂપિયા હતો. ગામતળની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મળતી હતી.નવી જાગવાઈ પ્લોટ દીઠ જમીન વિકાસ ખર્ચ ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા સહાય ૨,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવી જશે.તા. ૦૧/૦૫/૨૦૧૭ના મૂળ ઠરાવની અન્ય તમામ જાગવાઈઓ તથા તેમાં અગાઉ કરવામાં આવેલા સુધારાઓ યથાવત રહેશે. સરકારી પ્લોટની ફાળવણીમાં સરકારની મહત્વની જાહેરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો વધારો હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ એક હજાર રૂપિયાથી વધારી પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યો ગામતળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાથી વધારી બે લાખ રૂપિયા કરાઈ નવો ઠરાવ અમલમાં આવતા ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને વધુ રાહત મળશે