અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામા આવ્યું છે. તાલીમ દરમિયાન પસંદ થયેલા ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા સાથે શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તૈયારી વિનામુલ્યે આપવામાં આવશે. અમરેલી જિલ્લાના ૧૭.૫ થી ૨૫ વર્ષના ધોરણ ૧૦ અથવા તેથી વધુ લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. અગ્નિવીરની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય અપાશે. અરજીપત્રક જિલ્લા રોજગાર કચેરી અથવા ટેલીગ્રામ ચેનલ પરથી મેળવી શકાશે અને ૧૦ દિવસની અંદર જમા કરાવવાનુ રહેશે.









































