બગસરા નગરપાલિકાની મિલકતોમાં અનઅધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી તેવો ચીફ ઓફીસરે લેખીતમાં આદેશ કર્યો હતો જા કે આ આદેશ માત્ર ર૪ કલાકમાં જ રદ કરી નાખવામાં આવતા કોઈ રાજકિય દબાણને કારણે આ આદેશ રદ કરવામાં આવ્યો હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. બગસરા પાલિકા પૂર્વ પ્રમુખના જન્મદિનની ઉજવણી પાલિકાના ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જા કે આ ઉજવણીના ગણતરીના કલાકોમાં જ ચીફ ઓફિસર મીતલબેન ભાલાળા દ્વારા લેખીતમાં આદેશ કરવામાં આવ્યો હતો આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બગસરા નગરપાલિકાની મિલકતો જેવી કે, ફાયર સ્ટેશન, અટલજી પાર્ક,નગરપાલિકા નવી-જુની બિલ્ડીંગ, અટલજી સંકુલ, લાયબ્રેરીમાં ખાનગી કામો થતા હોય તેમ જણાઈ આવેલ છે. જેથી આ તમામ મિલકતોમાં સરકારી કામ સિવાય અન્ય કોઈ પ્રવૃતિ કરવાની રહેશે નહી. નગરપાલિકાની મિલકતોમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. અન્ય કોઈ પ્રવૃતિ ધ્યાને આવશે તો ફરજ પરના અધિકારી, કર્મચારીઓ અને પદાધિકારીઓની અંગત જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી. જા કે આ આદેશ થયા બાદ માત્ર ર૪ કલાકમાં જ આ આદેશને રદ કરવામાં આવ્યો હતો. આ આદેશને રદ કરવા માટે રાજકિય દબાણ હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે અટલજી પાર્ક સહિત અનેક પાલિકાની મિલકતોમાં  અનધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અને અશોભનીય કાર્ય થઈ રહ્યુ છે ત્યારે આવા ઈસમો સામે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કે ચીફ ઓફિસરના આદેશને માત્ર ર૪ કલાકમાં જ રદ કરવામાં આવતા શહેરમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.