લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે… ક્યાક વરસાદે ધરતીપુત્રોના ચહેરા પર ખુશી લાવી છે, તો ક્યાક રસ્તાઓ અને બજારો જળમગ્ન બન્યા છે… જૂનાગઢથી લઈને ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર સુધી વરસાદે જાણે સૌરાષ્ટÙને પાણીથી તરબોળ કરી દીધું છે.
સૌરાષ્ટÙમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ…લાંબા દિવસોથી વરસાદની રાહ જાઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે…તો બીજી તરફ, અનેક વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે.
જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો…ગીરનાર અને જંગલ વિસ્તારની અંદર સારો વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે…વિલિંગડન ડેમમાં નવા નીર આવતા જૂનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ છે.
ગીરનારની મધ્યમાં આવેલી સોનરથ નદીમાં પણ પાણી વહેતા થયા…દામોદરકુંડ અને કાળવામાં નવા નીરની આવક થઈ…તો જંગલ વિસ્તારમાં વરસાદના પગલે ગુંદાજડ નદી પણ બે કાંઠે વહેતી જાવા મળી…ખડિયાળ સહિતના વિસ્તારોમાંથી પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ વધામણાં કર્યા.
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે…ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે…જામવાળાની શિંગોડા નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે…આ વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસના પાકને મોટો ફાયદો થવાની આશા છે.
બીજી તરફ, તાલાલા પંથકમાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા…તાલાલા-વેરાવળ સ્ટેટ હાઈવે અને પ્રવેશદ્વાર પાસે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી…ઘુસિયા ગામ નજીક આસપાસના ખેતરોનું પાણી હાઈવે પર પહોંચતા અવરજવર પર પણ અસર જાવા મળી.
ભાવનગરના મહુવામાં શાક માર્કેટ, હસોપિટલ રોડ, બગીચા ચોક અને પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા…વીટી નગર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન બન્યા…ડ્રેનેજ લાઈનના પાણી પણ ઉભરાતા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે…
ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે…ઘોઘા, પાલીતાણા, તળાજા, જેસર, સિહોરથી લઈને મહુવા અને ગારીયાધાર સુધી વરસાદ વરસ્યો…કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે…વરસાદથી પાકની આશા જીવંત બનતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
સુરેન્દ્રનગરમાં પણ નવા ૮૦ ફૂટ રોડ પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે…લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે…
એક તરફ નદીઓમાં નવા નીર અને ખેતરોમાં હરિયાળી લાવતો વરસાદ ખેડૂતો માટે રાહત બન્યો છે…તો બીજી તરફ શહેરોમાં ભરાયેલા પાણી અને હાઈવે પર સર્જાયેલી હાલાકીએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે…હવે જાવાનું એ રહેશે કે મેઘરાજાની આ મહેર સૌરાષ્ટ્ર માટે સમૃદ્ધિ લાવે છે કે પછી જળબંબાકારની મુશ્કેલીઓ વધુ ઘેરી બને છે.








































