લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં આંગણવાડી કેન્દ્ર-૨ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના ગ્રાઉન્ડ ફરતે વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સલડી બીટના ફોરેસ્ટ રુબીનાબેન, શાળાના આચાર્ય વર્ષાબેન જોષી, ગામ આગેવાન સુરેશભાઈ ગજેરા, જે.પી. ભાસ્કર, ધવલભાઈ જોષી, મીનાબેન રાઠોડ, ભરત વિંઝુડા, આંગણવાડી વર્કર મનીષાબેન, રસિલાબેન દુધરેજિયા, ગીતાબેન બગડા, કાજલબેન ગોસાઈ સહિત શિક્ષકગણ અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. રુબીનાબેને બાળકોને પાણીની બોટલો આપી હતી. વર્ષાબેન જોષીએ વૃક્ષોના જતન, ઉપયોગિતા તથા વૃક્ષોમાંથી બનતી વિવિધ વસ્તુઓ અંગે બાળકોને સમજ આપી હતી.