જાફરાબાદમાં રહેતા નારણભાઇ કાનાભાઇ બારૈયા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, ગુમ થનાર પ્રવિણભાઇ છનાભાઇ ભાલીયા ગઇ તા.૦૧/૦૯/૨૬ ના વહેલી સવારના આશરે પાંચેક વાગ્યાથી તેમની બોટમાં મચ્છીમારી કરવા ગયા હતા. દરિયામાં આશરે દસ નોટીકલ માઇલ દૂર પહોંચતા સવારના સાતેક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જવા ઊભા થઈ બોટમાં શૌચાલય તરફ જતાં અકસ્માતે પગ લપસી જતાં દરિયામાં પડી જઈ ગુમ થયા હતા. આ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એસ.આઈ. એચ.પી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.









































