રાજુલા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી બાલાભાઈ સમયનો સદઉપયોગ કરી અનોખી સેવા કરી રહ્યા છે. તેઓ શ્રાવણ મહિનાના ૩૦ દિવસ સુધી દરરોજ ૧૫૧ તાજા બીલીપત્ર જાતે તોડી લાવી સ્વચ્છ પડીકા બનાવી ભાવિકોને નિઃશુલ્ક પહોંચાડે છે. દુકાને-દુકાને અને ઘરે-ઘરે જઈ તેઓ સાંજે શિવપૂજા માટે બીલીપત્ર આપે છે. બાર મહિનાની શિવરાત્રી અને દિવાળીએ પણ આ સેવા ચાલુ રાખે છે. તેમની નિઃસ્વાર્થ સેવા લોકચાહના મેળવી રહ્યા છે.