ધારીના પ્રેમપરામાં બાપાસિતારામના ઓટલા પાસે બેસેલા રસીકભાઇ પરશોતમભાઇ ધંધુકીયા (ઉ.વ.૪૧, ધંધો- હીરા ઘસવાનો)એ ત્યાંથી પસાર થતા ધીરુભાઇને જોરથી સીતારામ કહ્યુ હતુ. આ બાબતનું મનદુઃખ રાખી અગાઉ બોલાચાલી થયેલ હોય રમેશભાઇ ભીખાભાઇ ડાભી, હરેશભાઇ ભીખાભાઇ ડાભી, પ્રકાશભાઇ નરશીભાઇ ડાભી અને કાળુભાઇ પ્રકાશભાઇ ડાભી (તમામ રહે. પ્રેમપરા)એ તુ અમે નીકળીએ ત્યારે કેમ જોરથી બોલે છે? તેમ કહી ગાળો આપી હતી. બાદમાં ઢીકાપાટુનો માર મારી જમણા હાથની આંગળીએ ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.








































