પશ્ચિમ બંગાળના રાજકારણમાં, દુર્ગા પૂજા ફક્ત પાંચ દિવસનો ધાર્મિક ઉત્સવ નથી. તે બંગાળી સમાજની સંસ્કૃતિ, કલા, અર્થતંત્ર, સમુદાય જીવન અને રાજકારણને એકીકૃત કરતું સૌથી મોટું જાહેર પ્લેટફોર્મ છે. તેથી, જ્યારે રાજ્યમાં સત્તા પરિવર્તન થાય છે, ત્યારે તેની અસર સ્વાભાવિક હોય છે. આ વખતે આ પરિવર્તન વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૨૦૨૬ માં પહેલીવાર પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે, જેમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે. તેથી, પ્રશ્ન ફક્ત એ નથી કે આ વખતે પંડાલો કેવી રીતે શણગારવામાં આવશે. મોટો પ્રશ્ન એ છે કે શું ભાજપના શાસનમાં દુર્ગા પૂજાની સમગ્ર રાજકીય અને સાંસ્કૃતિક ભાષા બદલાશે?૨૦૨૬ ની દુર્ગા પૂજા ૧૬ થી ૨૧ ઓક્ટોબરની વચ્ચે યોજાશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના પછી આ પહેલી દુર્ગા પૂજા હશે. આ અર્થમાં, તે સરકાર માટે સાંસ્કૃતિક કસોટી પણ ઉભી કરે છે. એક તરફ, ભાજપે તેના સમર્થકોને એ સંદેશ આપવાની જરૂર છે કે સત્તા પરિવર્તનની અસર જમીન પર દેખાય છે, જ્યારે બીજી તરફ, તેણે બંગાળની સાંસ્કૃતિક ઓળખને સ્વીકારવાની જરૂર છે, જ્યાં દુર્ગા પૂજા કોઈ એક રાજકીય વિચારધારાની મિલકત નથી.
સૌથી મોટો પરિવર્તન પહેલાથી જ દેખાઈ રહ્યો છે. સત્તા પરિવર્તન બાદ, કોલકાતાની ઘણી મુખ્ય અને જાણીતી દુર્ગા પૂજા આયોજન સમિતિઓમાં નેતૃત્વ બદલાયું છે. ઘણી સમિતિઓ, જે અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અથવા સમર્થકોના પ્રભાવ હેઠળ માનવામાં આવતી હતી, તેમને નવા પદાધિકારીઓ મળ્યા છે. કેટલીક સમિતિઓએ તેમની કારોબારી સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે.આનો અર્થ એ નથી કે દરેક પંડાલ ભાજપ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પરંતુ એ ચોક્કસ છે કે બંગાળમાં સત્તા પરિવર્તન સાથે, રાજકીય પક્ષો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાડાયેલા સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોમાં પણ સત્તાનું સંતુલન બદલાઈ ગયું છે.મમતા બેનર્જીના લાંબા શાસન દરમિયાન, દુર્ગા પૂજા સરકારી કાર્યક્રમો, વહીવટી સહાય અને રાજકીય જનસંપર્ક માટે એક મુખ્ય માધ્યમ બની હતી. મુખ્યમંત્રીએ પોતે મોટી સંખ્યામાં પૂજા પંડાલોનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્ય સરકારે પૂજા સમિતિઓને નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. ૨૦૨૫ માં, આ સહાય પ્રતિ પૂજા સમિતિ ૧.૧૦ લાખ કરવામાં આવી હતી.
ભાજપ સત્તામાં આવ્યા પછી, આ પ્રણાલીમાં ફેરફારના સંકેતો મળ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જૂનમાં સંકેત આપ્યો હતો કે સરકાર બધી પૂજા સમિતિઓને સમાન નાણાકીય સહાય પૂરી પાડવાની જૂની પદ્ધતિ ચાલુ રાખવાને બદલે જરૂરિયાતના આધારે સહાય પૂરી પાડવાનું વિચારી રહી છે.પછીની માહિતી અનુસાર, ૧૦ લાખથી ઓછા બજેટ ધરાવતી લગભગ ૭૫ ટકા પૂજા સમિતિઓને સહાય મળતી રહે તેવી શક્્યતા છે, જ્યારે પ્રમાણમાં સમૃદ્ધ સમિતિઓને સરકારી ભંડોળમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.મમતા બેનર્જી સરકારે દુર્ગા પૂજાને મોટા પાયે સરકારી સમર્થન અને જન કલ્યાણ રાજકારણ સાથે જાડી હતી. ભાજપ સરકાર આ અભિગમને વધુ “જરૂરિયાત-આધારિત” મોડેલ તરફ ફેરવવા માંગે છે. સરકારનો તર્ક એ હોઈ શકે છે કે ગરીબ કે નાના પૂજા આયોજકોને સહાય મળવી જાઈએ, પરંતુ કરોડો રૂપિયાના બજેટવાળા મોટા કોર્પોરેટ-પ્રાયોજિત પંડાલોને સરકારી ભંડોળની જરૂર નથી.પરંતુ આના રાજકીય પરિણામો પણ છે, કારણ કે બંગાળમાં પૂજા સમિતિઓ ફક્ત ધાર્મિક સંગઠનો નથી. તેઓ સ્થાનિક સામાજિક નેટવર્ક છે. તેઓ પડોશી રાજકારણ, ક્લબ સંસ્કૃતિ, યુવા સંગઠનો, વેપારી સમુદાય અને સ્થાનિક નેતાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમિતિઓમાં વધુ પહોંચ ધરાવતો રાજકીય પક્ષ પણ વધુ મજબૂત સ્થાનિક સામાજિક પ્રભાવ ધરાવે છે.
ગયા વર્ષે જ્યારે ભાજપે દુર્ગા પૂજા દરમિયાન એક વિશાળ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે આની ઝલક પહેલાથી જ દેખાઈ આવી હતી. પાર્ટીના કાર્યકરોને પૂજા પંડાલો અને સાડી વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા જનતા સુધી પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય ફક્ત ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવાનો નહોતો પરંતુ “બંગાળી ઓળખ” ના મુદ્દા પર તૃણમૂલના રાજકીય વર્ણનનો સામનો કરવાનો પણ હતો. હવે તફાવત એ છે કે ભાજપ તે સમયે વિરોધમાં હતો અને હવે સત્તામાં છે.ભાજપ સામે સૌથી મોટો સાંસ્કૃતિક પ્રશ્ન એ છે કે શું તે બંગાળની દુર્ગા પૂજાને ઉત્તર ભારતના ધાર્મિક તહેવારો સમાન ગણશે કે પછી તેની અનોખી બંગાળી પરંપરાને સ્વીકારશે. આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કારણ કે બંગાળની દુર્ગા પૂજા ફક્ત ધાર્મિક વિધિઓ દ્વારા વ્યાખ્યાયિત નથી. તેમાં કલાનો સમાવેશ થાય છે, તેમાં રસ, સંગીત, લોક સંસ્કૃતિ, સામાજિક સમાવેશ અને આધુનિકતા છે. દાયકાઓથી, કોલકાતાના પંડાલો રાષ્ટÙીય અને આંતરરાષ્ટÙીય સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર આધારિત રહ્યા છે.








































