અમદાવાદના વટવા જીઆઈડીસીના જશોદાનગર પાસે ચાર સગા ભાઈઓનો આતંક જાવા મળ્યો છે. ચાર સગા ભાઈઓએ યુવકની ઘાતકી હત્યા કરી. જુની અંગત અદાવતમાં પાઇપ અને તલવાર વડે હુમલો કરી અજીતસિંહ ચૌહાણને મોતને ઘાટ ઉતાર્યો. હુમલામાં મૃતકનો પિતરાઈ ભાઈ અને મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા . વર્ષ ૨૦૧૫ ના મર્ડર કેસમાં ૮ મહિના પહેલા જામીન પર છૂટેલા બે ભાઈઓ ફરી હત્યારા બન્યા. અગાઉ મૃતકની પત્નીને માર માર્યો હોવાથી ત્રાસના કારણે મૃતક હાથીજણ રહેવા જતો રહ્યો હતો. વટવા જીઆઇડીસી પોલીસે ચારેય આરોપીઓને પકડવા ૫ અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી.
વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જશોદાનગરના ત્રિકમપુરા પાસેના ચાર માળીયા વિસ્તારમાં ગત રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જાણે ચાર ભાઈઓ મોત બની તૂટી પડ્યા હોય જાહેર માં જેમ કોઈ વટવા જીઆઈડીસી પોલીસ નો કોઈ ડર ના હોય તેવા દ્રશ્યો બનાયા હતા. જ્યારે અજીતસિંહ ચૌહાણ નામનો યુવક પોતાના મામાના દીકરા હેમંત સાથે તેના મિત્ર અર્જુનને મળવા માટે ત્યાં ગયો હતો. આ જ સમયે ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા ચાર સગા ભાઈઓ એ અજીતસિંહ ચૌહાણ સહિત તેના ભાઈ અને મિત્ર પર જીવલેણ હુમલો કરી દીધો. પાઇપ અને તલવારોના ઉપરાછાપરી ઘા ઝીંકીને અજીતસિંહ ચૌહાણને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને બિન્દાસ ચાર સગા ભાઈઓ વટવા જીઆઈડીસી પોલીસ પોહચી એ પહેલાં જ રાત્રિ ના અંધારા માં ગાયબ થઈ ગયા હતા, જ્યારે આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ અન્ય બે વ્યક્તિઓ હાલ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે અને ગંભીર ઇજાગ્રસ્ત અજીતસિંહ ચૌહાણ ને હોસ્પિટલ લઈ જતા તરતજ ડોક્ટરોએ અજીત સિંહ ચૌહાણ ને મૃત જાહેર કર્યા હતા
ત્યારે વટવા જીઆઈડીસી પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે આ રૂંવાડા ઊભા કરી દે તેવી હત્યાને ચાર સગા ભાઈઓએ અંજામ આપ્યો છે. આરોપીઓ ના નામ ની વાત કરી એ તો મુખ્ય આરોપી ભાઈ હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, ધર્મેશ સોલંકી, રવિ સોલંકી અને અક્ષય સોલંકી છે. વટવા જીઆઈડીસી પોલીસ ની વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી અંગત અદાવત ચાલતી રહી હતી જેના કારણે બંને પક્ષો વચે તણાવ ભરેલું વાતાવરણ હતું.આ અગાઉ આ આરોપીઓએ મૃતક અજીતસિંહ ચૌહાણની પત્નીને પણ માર માર્યો હોવા નું પણ તપાસ માં ખુલવા પામ્યું છે. જે બનાવ ના કારણે જ ડર થીજ મૃતક અજીતસિંહ ચૌહાણ થોડા મહિનાઓ પહેલા પોતાના પરિવાર ને લઈ ને વટવા જીઆઈડીસી વિસ્તાર છોડીને હાથીજણ ખાતે રહેવા જતો રહ્યો હતો. પરંતુ ગત રાત્રે તે જૂના વિસ્તારમાં મિત્રને મળવા આવતા આરોપી ચાર સગા ભાઈ ને ખબર પડી અને એ જ તકનો ફાયદો ઉઠાવીને અજીતસિંહ ચૌહાણ ને મોત ને ઘાટ ઉતારી દઈ ને વટવા જીઆઈડીસી પોલીસ ને હાથતાળી આપી ને ફરાર થઈ જવામાં આરોપીઓ સફળ રહ્યા હતા.
આ અજીતસિંહ ચૌહાણ ની હત્યા માં શામેલ ચાર ભાઈઓમાંથી બે ભાઈઓ હરેશ સોલંકી અને અક્ષય સોલંકી તો રીઢા ગુનેગાર છે. આ બંને ભાઈઓએ વર્ષ ૨૦૧૫માં મિતેષ નામના એક વ્યક્તિની પણ આવી જ ઘાતકી રીતે હત્યા કરી હતી. મિતેષ હત્યા કેસમાં બંને ભાઈઓ જેલવાસ પણ ભોગવ્યા બાદ માત્ર ૮ મહિના પહેલા જ તેઓ જામીન પર મુક્ત થયા હતા, અને બહાર આવતાની સાથે જ ફરી એકવાર હત્યાનો ગુનો આચર્યો છે. વટવા જીઆઈડીસી પોલીસે આ ચારેય હત્યારા ભાઈઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ૫ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે ત્યારે હત્યા પાછળ નું સાચું કારણ આ હત્યારા ભાઈઓ પકડાયા બાદ જ સામે આવી શકે છે.








































