કોડીનારમાં વિઠલાણી પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે તા. ૩૧ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે એકાદશ દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. પ્રારંભ પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા દરરોજ સાંજે ૪થી ૮ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.









































