ઉના તાલુકાના સોનારી ગામે દીવથી પેટ્રોલ ખાલી કરીને પરત ફરી રહેલા પેટ્રોલ ટેન્કરનો અકસ્માત થતાં ચકચાર મચી ગઈ હતી. ટેન્કર ચાલક કથિત રીતે નશાની હાલતમાં બેફામ ઝડપે વાહન હંકારી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે ટેન્કરની કેબિનમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. મળતી માહિતી મુજબ ટેન્કર સોનારી ગામમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વધુ ઝડપના કારણે રોડની બાજુમાં રહેલા પથ્થરો સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પથ્થરો રોડ પર ખસી પડ્‌યા હતા અને થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.