લીલીયા તાલુકાના આંબા મુકામે ‘યુવા ઉદ્ઘોષ અભિયાન’ અંતર્ગત યુવા ભાજપ ટીમ દ્વારા પૂર્ણ ‘વંદે માતરમ્‌’ ગાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવતા યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને ‘વંદે માતરમ્‌’નું પૂર્ણ ગાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવાડિયા, જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશ સાવજ, ભીખાભાઈ ધોરાજીયા, ગૌતમભાઈ વિછિયા, જિગ્નેશ જિંજુવાડીયા, કાનજીભાઈ નાકરાણી, રમેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ભાજપના તમામ સેલ મોરચાના પ્રમુખો, વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.