ભાજપ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ નાઝિયા ખાને લોકસભામાં મનુસ્મૃતિ પર વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ટિપ્પણીઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે ગાઝિયાબાદના પોલીસ કમિશનર,ડીસીપી અને ઇÂન્દરાપુરમના એસીપી સમક્ષ આ ફરિયાદ નોંધાવી છે.નાઝિયા ઇલાહી ખાને રાહુલ ગાંધીની ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે દરેકને અભિવ્યÂક્તની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ કોઈ વિષય રજૂ કરવા અને વડા પ્રધાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ વડા મોહન ભાગવતની તસવીરો પ્રદર્શિત કરવા પાછળનો તર્ક પણ સ્પષ્ટ થવો જાઈએ.
નાઝિયા ખાને કહ્યું કે તે કલમા અને શહાદા બંનેનો પાઠ કરે છે, અને જ્યારે તે “વંદે માતરમ” ગાવે છે ત્યારે ગર્વ અનુભવે છે. તેણીએ કહ્યું કે ખાન હોવા છતાં, તેણીને દેશ અને રાષ્ટ્ર પ્રત્યે સંપૂર્ણ આદર છે.મનુસ્મૃતિ અંગે, તેણીએ કહ્યું કે એક અધ્યાય અથવા થોડા શબ્દોનું અર્થઘટન કરવું અને તેના આધારે સમગ્ર મનુસ્મૃતિ વિશે અભિપ્રાય બનાવવો યોગ્ય નથી. તેણીના મતે, મનુસ્મૃતિને બદનામ કરવાનો અને ખોટી છાપ ઉભી કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે.નાઝિયા ખાને કહ્યું કે દરેક વ્યક્તિને પોતાના વિચારો અને અભિવ્યÂક્તની સ્વતંત્રતા વ્યક્ત કરવાનો મૂળભૂત અધિકાર છે. રાહુલ ગાંધી પણ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમના ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતની તસવીરો પૃષ્ઠભૂમિમાં શા માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પણ વાંચો
તેણીએ પ્રશ્ન કર્યો કે શું ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી, શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્્યારેય કહ્યું છે કે દેશના દરેક વ્યÂક્તએ મનુસ્મૃતિ વાંચવી જાઈએ અથવા તેનું પાલન કરવું જાઈએ? નાઝિયા ખાન કહે છે કે રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણી અને તેની સાથેના ફોટોગ્રાફ્સ માટે જવાબ આપવો જાઈએ. તેણીએ કહ્યું કે ફરિયાદ દ્વારા, તે આ મામલે સંબંધિત સ્તરે કાર્યવાહીની માંગ કરી રહી છે.