અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજના પ્રમુખ ભરતભાઈ ટાંકના માર્ગદર્શન હેઠળ કેળવણી સહાયક મંડળ દ્વારા ‘સરસ્વતી સન્માન સમારંભ’ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સરસ્વતી માતા, ભગવાન વિશ્વકર્મા અને ગુરુવર્ય શામજીબાપુ સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧થી કોલેજ કક્ષા સુધીના કુલ ૨૫૫ તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સન્માન આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેળવણી સહાયક મંડળના પ્રમુખ રમણીકભાઈ મારુએ સૌનો આભાર માન્યો હતો.










































