અમરેલીના આશુતોષ મેહતા અને રક્ષિત સોલંકીએ નિધિક્ષ ફાઉન્ડેશન અંતર્ગત ‘રનિંગ ફોર હેલ્થ’ પહેલ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આશુતોષ મેહતા ડિફેન્સ ક્ષેત્રમાં ફરજ બજાવે છે. તેમણે રજાના સમયનો સદુપયોગ કરી ૨૨ ઓગષ્ટે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિરથી સોમનાથ સુધી ૧૪૦ કિમીની દોડ શરૂ કરી હતી. અમરેલી-બગસરા-વિસાવદર-સાસણગીર-તાલાળા થઈ સોમનાથ પહોંચેલી આ દોડનું ૨૪ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે સમાપન થયું હતું. ‘સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ મન’ના સંદેશ સાથે યોજાયેલી આ પહેલ દ્વારા યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપવામાં આવી હતી.